માળિયાના વર્ષામેડી ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

- text


પોલીસે રૂ. ૧૫૦૧૦ની રોકડ મળીને કુલ રૂ. ૬૪૫૧૦નો મુદામાલ જપ્ત કર્યો

માળીયા : માળિયાના વર્ષામેડી ગામે જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે પકડી પાડી રૂ. ૧૫૦૧૦ની રોકડ મળીને કુલ રૂ. ૬૪૫૧૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના વર્ષામેડી ગામે ચોકમાં જાહેરમાં જુગાર રમતા જુસબ આમદ સાયચા, ગુલામ ઈસા માણેક, સંજય હસું રાઠોડ, હાસમ કાસમ પઠાણ, ઈમ્તિયાજ અલીખાન જતોઈ, જુસબ ડાડા કટિયા, મકન શંભુ ચાવડા અને મનસુખ ચતુર ભીમાણીને પોલીસે પકડી પાડ્યા છે.

પોલીસે આઠેય આરોપીઓની ધરપકડ કરી રન ૧૫૦૧૦ રોકડ એમજ બે બાઇક મળીને કુલ રૂ. ૬૪૫૧૦નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text