મોરબીમાં શનિવારથી બે દિવસ સિલ્વા અલ્ટ્રામાઈન્ડ ઇએસપી સિસ્ટમનો વર્કશોપ

- text


આજે શુક્રવારે રાત્રે ટાઉનહોલ ખાતે વિનામૂલ્યે ઇન્ટ્રોડક્શન સેશનનું આયોજન

મોરબી : મોરબીની મહેશ હોટેલમાં આવતીકાલે તા. ૧૮થી ભૌતિક અને આધ્યાત્મિક સ્તરો વચ્ચે સરળ સંતુલન સાધતી સિલ્વા અલ્ટ્રામાઈન્ડ ઇએસપી સિસ્ટમનો બે દિવસીય વર્કશોપ યોજાશે. સાથે આજે તા. ૧૭ના રોજ રાત્રે ફી ઇન્ટ્રોડક્શનનો સેશન યોજાનાર છે.

વિશ્વના ૧૩૦ દેશોમાં ૩૦ થી વધુ ભાષામાં પ્રચલિત સિલ્વા અલ્ટ્રામાઈન્ડ ઇએસપી સિસ્ટમ માનસિક શાંતિ, તંદુરસ્તી, અભ્યાસ, કારકિર્દી, સગાઈ, સંબંધો, સંતાન, વેપારના વિકાસ, ગુણવતા સાથે વધુ ઉત્પાદન વગેરે જટિલ પ્રશ્નો માટે અસરકારક રામબાણ ઈલાજ છે. સિલ્વા અલ્ટ્રામાઈન્ડ ઇએસપી સિસ્ટમ સ્વાસ્થ્ય, સિદ્ધિ, સમૃદ્ધિ, સંબંધોનું સર્જનાત્મક સફળ સામર્થ્ય સાધવાની સાથે ભૌતિક અને આધ્યાત્મિક સ્તરો વચ્ચે સરળ સંતુલન સાધે છે.

- text

સિલ્વા અલ્ટ્રામાઈન્ડ ઇએસપી સિસ્ટમના વર્કશોપનું મોરબી ખાતે આગામી તા. ૧૮ અને ૧૯ના રોજ સવારે ૮ થી સાંજે ૭ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ શનાળા રોડ પર આવેલી મહેશ હોટલ ખાતે યોજાશે. આ ઉપરાંત આજે તા. ૧૭ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ઇન્ટ્રોડક્શન સેશન પણ યોજાશે. રજીસ્ટ્રેશન માટે તથા વધુ વિગત માટે અતુલભાઈ ધુપેલીયા મો.નં. ૯૮૨૫૪ ૫૪૧૭૦ વોટ્સએપ નં. ૯૬૬૨૦ ૫૩૩૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text