મેઘો મેહરબાન : હળવદમાં ધોધમાર બે ઈંચ : મોરબી અને માળીયામાં એક ઈંચ વરસાદ

- text


વાંકાનેર અને ટંકારામાં પણ પોણો ઇંચ પડ્યો : મોરબી જિલ્લામાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ

મોરબી : મોરબી જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે તેવા હળવદ અને માળીયા તાલુકામાં આજે મેઘકૃપા વરસવાનું શરૂ થતાં સવારથી અત્યાર સુધીમાં હળવદમાં બે ઈંચ અને માળીયા – મોરબીમાં એક,એક ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે વાંકાનેર અને ટંકારામાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

- text

ગત વર્ષે મેઘરાજાએ મોરબી જિલ્લામાં અપાર હેત વરસાવ્યા બાદ ઓણસાલ હળવદ અને માળીયા તાલુકાને કોરા ધાકોડ રાખી દેતા ખેડૂતો અને માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તેવા સંજોગોમાં આજે સવારથી મોરબી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.

મોરબી જિલ્લા કલેકટર કચેરીના સતાવાર આંકડા મુજબ આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં મોરબીમાં ૨૯ મિમી, માળીયામાં ૨૫ મિમી, વાંકાનેરમાં ૧૯ મિમી, હળવદમાં ૪૨ મિમી અને ટંકારામાં ૧૭ મિમી વરસાદ નોંધાયો છે.

- text