મોરબી ત્રિપલ મર્ડર કેસ : ત્રણ સભ્યોના એક સાથે જનાજા નીકળતા ગમગીની

- text


ચુસ્ત બંદોબસ્ત સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જનાજા નીકળ્યા : બનાવના પગલે એસપી ડો. કરનરાજ વાઘેલા ભાવનગરથી મોરબી દોડી આવ્યા

મોરબી : મોરબી ત્રિપલ મર્ડર કેસમાં અંતે પરિવારજનોએ મૃતકોની લાશ સ્વીકારી આજે મૃતકોના ભારે હૈયે જનાજા કાઢ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના એક સાથે જનાજા નીકળતા મુસ્લિમ સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. સાથે સુરક્ષાને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

- text

મોરબીમા વડીલોપાર્જીત જમીનના ખુની ખેલમાં ભોગ બનેલા ત્રણે મૃતકોના પરિવારજનો દ્વારા આજે બપોરે મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની લાંબી સમજાવટ બાદ મૃતદેહો સ્વીકારવામાં આવ્યા હતા તેમજ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા પણ ભાવનગર બંદોબસ્તમાથી તાત્કાલીક મોરબી દોડી આવી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં ભોગબનનાર ત્રણે મૃતકોને ભારે હૈયે પરિવારજનો દ્વારા આખરી સફર કરવામા આવ્યો હતો જેમા એક સાથે ત્રણ જનાજા એક જ પરિવારમાંથી નિકળતા મુસ્લિમ સમાજમા શોક વ્યાપી ગયો હતો. જનાજા દરમ્યાન એલસીબી, એસઓજી, એ ડિવીઝન, બી ડિવીઝન તેમજ તાલુકા પોલીસે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો હતો. કુલ ૫૦ થી વધુ પોલીસકર્મીઓને જનાજા વખતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

- text