મોરબી ત્રિપલ મર્ડર કેસમાં સંડોવાયેલા 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી

- text


મોરબી એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસની સંયુક્ત કવાયત

મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તારના કાચા રોડ પર ગતરાત્રીના એક જ પરિવારના દિલાવરભાઈ પઠાણ, મોમીનખાન દિલાવરખાન અને દિલાવરખાનના ભત્રીજા અફઝલખાન પઠાણની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ત્રિપલ મર્ડર કેસમાં કુલ ૧૨ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના પગલે મોરબી એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસે ટીમો બનાવીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તારના કાચા રોડ પર મોડી રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ દિલાવરભાઈ પઠાણ, મોમીનખાન દિલાવરખાન અને દિલાવરખાનના ભત્રીજા અફઝલખાન પઠાણની શિવાભાઈ રામજીભાઈ સતાવાર અને તેના પુત્રો સહિતના ૧૨ જેટલા લોકોએ હત્યા નિપજાવી હોવાની ફરિયાદ મૃતક વસીમભાઈ મહેબૂબભાઈ પઠાણ રહે. સિપાઈવાસ, મકરાણીવાસ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમા ફરિયાદી વસીમભાઈના જણાવ્યા મુજબ તેમના મૃતક કાકા વજેપર ગામની સીમમાં વડીલો પાર્જિત સર્વે નમ્બર ૧૦૮૬ વાળી ૩૨ વિઘા જમીન ધરાવે છે અને ત્યાંજ રહે છે,  આ જમીન પડાવી લેવા માટે સતવારા શિવાભાઈ રામજીભાઈ તથા તેમના કુટુંબી પડાવી લેવા માંગતા હોય ગતરાત્રીના હુમલો કર્યો હતો એ સમયે તેમના મૃતક કાકા દિલાવરભાઈનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને હુમલો થયાનું જણાતા પોતે આ વિસ્તારમાં જતા ૧૨ સતવારા શખ્સો મૃતક ત્રણેય પર હુમલો કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું અને બાદમાં હુમલાખોર ભાગી ગયા હતા.

- text

આ હુમલાની ઘટનામાં એસપી કરનરાજ વાઘેલા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહીલ, એલસીબી પીએસઆઈ આર ટી વ્યાસ,અએસઓજી પીઆઈ એસ.એન.સાટી,એ ડિવિઝન પોલીસે લીલાપર વાડી વિસ્તારોમાં કોમ્બીંગ કરી તમામ 12 આરોપીઓ ધનસુખ મનસુખ ડાભી, કિશોર શિવા ડાભી, સંજય નારણ ડાભી, ભરત નારણ ડાભી, પ્રવીણ શિવા ડાભી, જયંતિ નારણ ડાભી, અશ્વિન જીવરાજ ડાભી, ભરત જીવરાજ ડાભી, કાનજી મનસુખ ડાભી, શિવા રામજી ડાભી, મનસુખ રામજી ડાભી અને જીવરાજ રામજી ડાભીને ની ઈપીસી ધારા ૩૦૨,૧૪૩,૧૪૭,૧૪૯,૩૪ ત્થા જાહેરનામા ભંગ ની જીપીએક્ટ  કલમ ૧૩૫ મુજબ ના ગુનામા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text