તમેજ દરિયાની પોલીસ ! નવલખી બંદરે દરિયાઈ સુરક્ષા માટે માછીમારોને જાગૃત કરાયા

- text


મોરબી એસઓજી દ્વારા નવલખી બંદરે જુમાવાડી વિસ્તારમાં ફિસરમેન અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત એન્ટી ડ્રગ્સ સેમિનાર યોજાયો

મોરબી : દરીયાઇ સુરક્ષા સઘન બનાવવાના ભાગ રૂપે મોરબી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર, એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ દ્વારા નવલખી બંદર પાસે આવેલ જુમ્માવાડી ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત ફીશરમેન અવેરનેશ તથા એન્ટી ડ્રગ્સ સેમિનારનુ આયોજન કરવામાં આવેલ હતુ અને માછીમારોને જાગૃત કરવા તમેજ દરિયાઈ પોલીસ છો જેથી જાગૃત રહેવા જણાવાયું હતું.

માછીમાર અવેરનેશ કાર્યક્રમમાં ગુજરાત મેરી ટાઇમ બોર્ડ તથા ફીશરીઝ વિભાગ તથા મોરબી આઇ.બી.,તથા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા ખાનગી કંપનીના સંચાલક/ મેનેજરો હાજર રહેલ હતા.

- text

ફીશરમેન અવેરનેશ કાર્યક્રમ દરમ્યાન માછીમાર ભાઇઓને પોલીસના આંખ – કાન બની દરિયાઇની નાનામાં નાની માહિતી આપવા માટે તેમજ પોતે જ દરિયાઇના પોલીસ છે.તેમ સમજી દરિયાઇ સુરક્ષા અંગે સતત જાગૃત રહી કોઇપણ માહિતી કે શંકાસ્પદ વ્યકતિઓકે શંકાસ્પદ વસ્તુ જોવા કે જાણવા મળે તો તાત્કાલીક પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવી તેમજ દરિયામાં માછીમારી કરવા જાય તે વખતે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ ભારતની જળ સીમા નહી ઓળગવા માટે સુચના આપવામાં આવેલ તેમજ ફીશરીઝ વિભાગ તરફથી તેઓને સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા સમજ આપવામાં આવેલ.

આ કાર્યક્રમમાં માછીમાર સમાજના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા અને તેઓને નશીલા પદાર્થના સેવનથી શરીરને થતા નુકશાન અંગેની સમજ કરી આવા પદાર્થોનુ સેવન ન કરવા આહવાન કરવામાં આવેલ હતુ.

 

- text