વરદાન ફાઉન્ડેશન દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : સામાજિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિય એવા વરદાન ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ગૌરીદળ નજીકના વિસ્તારમા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

બાળકોને રસીકરણ કરવાના આ કાર્યમાં સરકારી દવાખાનાના ડોકટર જીતુભાઈ વેકરિયા, હેતલબેન જાદવ અને ઉષાબેન પરમારે આ કાર્યક્રમમાં સક્રિય ફાળો આપ્યો હતો અને ૭૦ થી પણ વધુ બાળકોને આ રસીકરણનો લાભ અપાયો હતો.

રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઓરી. રૂબેલા, શરદી, તાવ જેવા રોગોથી બાળકોને બચાવવા માટે રસીકરણ કરાયું હતું. વરદાન ફાઉન્ડેશનના સભ્યો દર્શન કાપડિયા વિશા વરિયા, જાનકી ભાલારા, શિવાની ભેસદડીયા, ફોરમ પટેલ, હેમાગી કેવડિયા, રૂચી પટેલ,નિધી દોગા એ તેમની સક્રિય ભાગીદારી દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

વરદાન ફાઉન્ડેશન દ્વારા નિયમિત ધોરણે આ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં તેઓ સમાજ કલ્યાણ માટેની પ્રવૃતિઓ યોજાતા હોય છે જેથી તમે સંસ્થા દ્વારા થનારી આ પ્રકારની કામગીરીમાં ફાળો આપવા માંગતા હો તો તમે તેમની વેબસાઈટ http:// vardaanfoundation. com ની મુલાકાત લઇ શકો છો. અહિયાં તમને સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોર્ન યાદી મળશે.

- text