મોરબીની ટ્રાફિક સમસ્યાનો ચિતાર મેળવી બે કલાક સુધી વાહન ચેકીંગ કરતા એસપી ડો.કરનરાજ વાઘેલા

- text


મોરબી જિલ્લામાં પરપ્રાંતીય ગુન્હેગરોને ઝડપી લેવા આવતીકાલથી ખાસ ઝુંબેશ શરુ કરાશે : એસપી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સાંભળતા જ નવનિયુક્ત એસ.પી. ડો.કરનરાજ વાઘેલાએ શહેરની ટ્રાફિક સમસ્યા હાલ કરવા બીડું ઝડપી લઈ તેઓએ જાતે સતત બે કલાક વાહન ચેકીંગ કરી પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો ઉપરાંત ગુન્હાખોરી ડામવા આવતીકાલે સમગ્ર મોરબી જિલ્લામાં વસવાટ કરતા પરપ્રાંતીય ગુન્હેગારોને ઝડપી લેવા ખાસ ડ્રાઇવ ગોઠવી છે.

રવિવારે મોરબી જિલ્લા પોલીસવડા તરીકે ચાર્જ સાંભળ્યા બાદ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસતંત્ર જાગૃત બની કામ કરશે અને ખાસ કરીને દિવસે દિવસે વકરી રહેલી મોરબીની ટ્રાફિક સમસ્યાને પ્રાથમિકતા આપી લોકોને પણ ટ્રાફિક પ્રશ્ને સહયોગ આપી સ્વયં શિસ્ત જાળવવું પડશે. સાથો સાથ તેઓએ મોરબીમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસમામલે જિલ્લા કલેકટર, નગરપાલિકા સાથે મળી સયુંકત કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા શિસ્તના ચુસ્ત આગ્રહી છે, અને ખાસ કરીને પોલીસના ગણવેશ અને સમયબદ્ધતા પર નજર રાખી કોઈ પણ પોલીસ કર્મીઓનું ગેરશિસ્ત જરાપણ ચલાવતા નથી ઉપરાંત સરપ્રાઈઝ ચેકીંગ અને નાઈટડ્યુટીમાં પણ તેઓ ફ્લાઇંગ ચેકીંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે મોરબીની પ્રજા ને કોઈ પણ પોલીસકર્મીઓ કે આવારા તત્વો ત્રાસ હોય તો જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ અને તેને મોબાઈલ નંબર ૯૯૭૮૪૦૫૯૭૫ ઉપર કોઈ સંકોચ વિના સંપર્ક કરે. પોલીસ તેના રક્ષણ માટે જ છે જેથી મોરબીની પ્રજાને આવા તત્વોથી જરા પણ ડરવાની જરૂર નથી.

આમ, મોરબી જીલ્લાને નવા અને યુવા એસપી મળતા મોરબી ની પ્રજા ને નવા એસપી પાસે ઘણી આશા છે, ચાર્જ સાંભળ્યાની પ્રથમ રાત્રી જાગરણના દિવસથી જ પોલીસ દ્વારા કરવામાં આવેલ નાઈટ પેટ્રોલીંગ પણ મોરબીની પ્રજામા નવા એસપી ના આગમન ની અનુભૂતી કરાવી છે અને પોલીસ તંત્ર કાયમ માટે આજ રીતે પ્રજાહિતમાં કામ કરતું રહેશે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

 

 

- text