હળવદના સુર્યનગરની પ્રા. શાળા પાસે ભુગર્ભ ગટર તૂટેલી હાલતમાં : આરોગ્ય સામે જોખમ

- text


છેલ્લા ત્રણેક માસથી ભુગર્ભ ગટર તુટી ગઈ હોવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને કરી રજૂઆત 

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ (સુર્યનગર) ગામે પ્રાથમિક શાળા પાસે ભૂર્ગભ ગટર તુટી જતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર માઠી અસર થશે તેવી રજૂઆત સુંદરગઢના સરપંચ સહિત તલાટીને કરી હોવા છતાં કોઈ આ બાબતે  નિરાકરણ ન આવતા આ અંગેની ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

- text

હળવદ તાલુકાના સુર્યનગર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસે છેલ્લા ત્રણેક માસથી ભુગર્ભ ગટર તુટી ગઈ હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર માઠી અસર પડી રહી છે.  ત્યારે આ બાબતે અવારનવાર ગામના સરપંચ સહિત તલાટીને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા ન લેવાતા આજરોજ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી વિદ્યાર્થીઓ સહિત આજુબાજુમાં રહેતા લોકોનું આરોગ્ય જાખમાય તે પહેલા તુટેલી ભુગર્ભ ગટર લાઈન રીપેરીંગ કરવા માંગ કરાઈ છે.

 

- text