ટંકારાના નવા રાજાવડ ગામ અને આહીર સમાજનું ગૌરવ

- text


ટંકારા : તાજેતરમાં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ટંકારા તાલુકાના નાના એવા નવા રાજાવડ ગામના બાલાસરા વિરલ હસમુખભાઈ નામના વિદ્યાર્થીએ મેદાન માર્યું છે.

નવા રાજાવડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો બાલાસરા વિરલ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી છે તેથી જ અતિ કઠિન ગણાતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે, આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય મેરજા અને શિક્ષકગણે પણ ખુબ – ખુબ અભિનંદન પાઠવેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે બાલાસરા વિતળે આ અગાઉ બાલાચડી સૈનિક સ્કૂલની પરીક્ષા પણ સફળતા પૂર્વક પાસ કરી છે અને આ સિદ્ધિ બદલ વિરલ નવા રાજાવડ ગામ, બાલાસરા પરિવાર અને સમગ્ર આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે.

- text