ભીમનાથ મંદિરના રસ્તાનું કામ તંત્રએ ન કરતા અંતે લોકોએ જાતે કામ શરૂ કર્યું

- text


ઢગલાબંધ રજૂઆતો બાદ પણ રોડ બનાવવાની તસ્દી ન લેનાર અધિકારીઓ અને પદાધિકારીઓને નીચું જોવા જેવું થયું

હડમતીયા : ટંકારાના લજાઈ ગામે આવેલ ભીમનાથ મંદિરે જવા માટેનો રસ્તો બિસ્માર હાલતમાં છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં આવતા ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તો બનાવવા અનેક અધિકારીઓ અને પદાધિકારીઓને ઢગલા બંધ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં કાર્યવાહી કરવામાં ન આવતા ગામના અગેવાનો અને સંસ્થાએ સાથે મળીને રોડનું કામ શરૂ કર્યુ છે. આ ઘટનાથી તંત્રની નીચું જોવા જેવી હાલત થઈ છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે અહીં દત દરબાર મંદિર મહાકાળી માઁ નો ઘુણો આવેલ છે. આ જગ્યા લજાઈ ગામ થી ૩ કિ.મી. દૂર વગડામા આવેલ હોવાથી આ જગ્યાનું વાતાવરણ રમણીય અને આહલાદક હોવાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ભીમનાથ મહાદેવ મંદિર પ્રવાસન વર્ષ ૨૦૦૭ દરમિયાન રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા પ્રવાસન નિગમમા મુકવા આવ્યું હતું. તેમ છતાં આજ સુધી ક્યારેય પણ આ જગ્યાને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળેલ નથી આ બાબતે તંત્રના અધિકારીઅો આજ સુધી ડોકાયા પણ નથી.

- text

થોડા દિવસ પછી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે ત્યારે અહીં શ્રાવણ માસ નીમીતે આખો મહીનો રુદ્ર યજ્ઞ થાય છે અને હજારો ભક્તો શિવદર્શનનો લાભ લે છે. ડેમી સિંચાઈ રોડથી ભીમનાથ મહાદેવ જવાનો રસ્તો ૪૦૦ મી. જેટલો કાચો રસ્તો હોવાથી શ્રાવણ માસમા આવતા શિવભકતને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.આ રસ્તાને રોડ બનાવા ધારાસભ્ય, જીલ્લા પંચાયત પ્રમુખ, મંત્રી દેવસ્થાન યાત્રાધામ વિકાસ, કલેકટર મોરબી, યાત્રાવિકાસ બોર્ડ, સ્થાનીક નેતાઓને લેખીત અને મૌખિક અનેકવાર રજૂઆત મહંત સોહંમદત બાપુઅે અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કરી છે.

અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈએ આ રોડ બનાવવાના કામ માટે તસ્દી લીધી ન હતી. ત્યારે ગામના આગેવાનો અને સંસ્થા દ્વારા સાથે મળીને આ રોડનું કામ કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. આસ્થાના કેન્દ્ર ગણાતા એક ધાર્મિક સ્થળે પહોચવા માટે ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે રોડનું સમારકામ જો ગામના આગેવાનો અને સંસ્થાને નાછૂટકે કરવું પડતું હોય આ ઘટના તંત્ર માટે શરમજનક કહી શકાય.

- text