ટંકારાના હડમતીયા ગામે ૮૧૩ બાળકોને ઓરી-રૂબેલા રસી અપાઈ

- text


ગામની સરકારી અને ખાનગી શાળાઓમાં ત્રણ ટીમોએ રસીકરણની કામગીરી હાથ ધરી

હડમતીયા : ટંકારાના હડમટિયા ગામે સરકારી શાળાઓ તેમજ ખાનગી સ્કૂલમાં ઓરી રુબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા કુલ ૮૧૩ વિદ્યાર્થીઓને ત્રણ ટીમો દ્વારા ઓરી અને રુબેલાની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

ટંકારા તાલુકાના હડમતિયા ગામની સરકારી કન્યા તાલુકા પ્રા. શાળામાં ૧૬૬ બાળકો, અેમ.અેમ.ગાંધી વિધાલયમા ૯૪ બાળકો, તેમજ સેલ્ફ ફાઈનાન્સ જ્ઞાનદિપ વિધાલયમાં ૪૦૦ બાળકોને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અોરી રૂબેલા અેમ.અાર ની રસીકરણ અભિયાન હાથ ધરવામા આવ્યું હતું. અગાઉ હડમતિયા કુમારશાળામાં ૧૫૩ બાળકોને રસીકરણ થઈ ચુકેલ છે.

- text

આ તકે શાળાના આચાર્યો, શિક્ષકગણ, બહોળી સંખ્યામાં બાળકોના વાલીઅો તેમજ આરોગ્ય કર્મચારીઅો ખડેપગે ઉભા રહી અભિયાનને સફળ બનાવવા હાજર રહ્યા હતા. આગામી તા ૨૬/૭/૨૦૧૮ ના રોજ “અેલિટ ઈન્ટરનેશનલ પ્રા.શાળામા” તેમજ તા. ૩/૮/૨૦૧૮ ના રોજ “અેલિટ ઈન્ટરનેશનલ હાઈસ્કુલમા રસીકરણ અભિયાન હાથ ધરવામા આવશે તેમજ ગામની આંગણવાડીમાં તેમજ વાડી વિસ્તારમા પણ રસીકરણ કરવામા આવશે.

- text