રાજપર ગામમાં બિનહીરફ ચૂંટાયેલા સરપંચે આખા ગામને હરખ ભોજન કરાવ્યું

- text


જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કોંગી અગ્રણીઓ ઉજવણીમાં જોડાયા

મોરબી : રાજપર ગ્રામ પંચાયતના સરપંચની બિનહરીફ વરણી થઈ હતી. ત્યારે સરપંચે ગામનો કારભાર સોંપવા બદલ ગ્રામજનો માટે હરખભેર ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. બહોળી સંખ્યામ ગ્રામજનો તેમજ અગ્રણીઓએ આ ભોજન માણ્યું હતું.

રાજપર ગામના સરપંચ મનોજ પ્રાગજીભાઈ ધોરીયાણીને બિનહરીફ ચૂંટણીમા સરપંચ તરીકે પદ આપવા બદલ સમગ્ર ગ્રામજનોને હરખના ભોજન કરાવ્યા હતાં. આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, જીલ્લા પંચાયતના સદસ્યો તથા મોરબી જીલ્લા યુથ કૉંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તથા આમરણ પી.જી.વી.સી.એલ. સબ સ્ટેશનના ઈજનેર તથા ખરચીયા ગ્રામ પંચાયત સરપંચ, કુન્તાશી ગ્રામ પંચાયત સરપંચ ઉપસ્થિત રહ્યાં હતા.

- text

આ તકે ઉપસ્થિત મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ ગામના પ્રશ્નોનું જાત નિરીક્ષણ કરી તેનો ઉકેલ લાવવાનો વાયદો પણ કર્યો હતો.

- text