ખુટિયો ભારે ખારો !! મોરબીમાં ખુટિયાને લાકડી મારનાર વૃદ્ધ નજરકેદ

- text


બે આખલાની લડાઈમાં વચ્ચે પડનાર વૃદ્ધનો પીછો નહિ મુક્તા ખુટિયાને અંતે ડબ્બે પુરાયો

મોરબી : બે આખલાની લડાઈમાં વૃક્ષની ખો નીકળે ઉક્તિની જેમ મોરબીમાં બે આખલા લડતા છોડાવવા માટે એક આખલાની લાકડી ફાટકારવી વૃદ્ધને ભારે થઈ પડી હતી અને આ ભારે ખારો ખૂટીયો ૧૦ દિવસથી વૃદ્ધને ઘર બહાર નીકળવા ન દેતો હોય અંતે ડબ્બે પુરવો પડ્યો હતો.

રમૂજ પમાડે તેવા આ કિસ્સાની વિગત જોઈએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી પાછળ ચામુંડાનગરમાં રહેતા ટપુભાઈ પરમાર ઉ. ૬૦ ના ઘર પાસે દસેક દિવસ પહેલા બે આખલા બાજતા હોય ટપુભાઈએ બન્નેને લાકડી ફટકારી છુટા પાડ્યા હતા, બસ આટલી જ વાતમાં એક ખુટિયાને એવો તે ગુસ્સો આવ્યો કે ટપુભાઈને નજરકેદ કરી નાખ્યા.

- text

રખે ને ટપુભાઈ ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે તો આ ખુટિયો તેમની સામે ઘુરકિયા કરી છીકોટા મારતા – મારતા તેમને મારવા દોડી આવતો હતા પરિણામે ટપુભાઈ ઘરની બહાર નીકળી સકતા ન હતા અંતે આ મામલે ટપુભાઈના પુત્ર પ્રવિણભાઈએ મોરબી પાલિકાની ઢોરપકડ પાર્ટીનો સંપર્ક કરી સમગ્ર ઘટનાથી વાકેફ કરતા પાલિકા સ્ટાફ પણ અચંબિત બન્યો હતો.

જો કે, બાદમાં રાત્રીના સમયે મોરબી પાલિકાની ઢોરપકડ પાર્ટીએ ભારે જહેમત ઉઠાવી અંતે ઘુરકિયા કરતા બન્ને આખલાઓને પકડી ઢોર ડબ્બે પૂરતા વયોવૃદ્ધ ટપુભાઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text