વાંકાનેરમાં ભાગવત સપ્તાહમાં કોમીએકતાના દર્શન : હિન્દૂ – મુસ્લિમ પરિવારોએ ઉત્સાહભેર કથા શ્રવણ કરી

- text


ભોજપરા – ૨ ખાતે ગૌવંશના લાભાર્થે ભાગવત સપ્તાહ યોજાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા-૨ ગામે ખોડિયાર આશ્રમ ગૌશાળા ખાતે ગૌવંશના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં કોમીએકતાના દર્શન કરાવી મોટી સંખ્યામાં હિન્દૂ – મુસ્લિમ પરિવારોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.

વાંકાનેરના ભોજપરા નંબર -૨ ગામ ખાતે ગાયોના લાભાર્થે ખોડીયાર આશ્રમ ગૌશાળા દ્વારા ભાગવત સપ્તાહનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આશ્રમના સંત આનંદ ગીરીબાપુના ભક્તો અને મા ખોડીયારના ભક્તોએ દરેક શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં હાજરી આપી હતી

- text

આ કાર્યક્રમમાં સંતવાણીનો સાત દિવસનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં ઉદ્યોગપતિઓ ખેડૂતો મોટી સંખ્યામાં ભોજપરા ગામે હાજરી આપી હતી, મા ખોડીયારના આશીર્વાદથી ૧૦૦ જેટલી ગાયોને આશ્રમ ખાતે પરિવારની જેમ દેખરેખ રાખવામાં આવી રહી છે માં ખોડીયાર આશ્રમ દ્વારા ભૂખ્યાને રોટલો પશુ -પંખીને ચણ અને ભોજન આપવાના પ્રયાસ કરી આનંદ ગીરી મહારાજ સેવાઓ આપી રહ્યા છે.

ભોજપરા ગામે કોમી એકતાના પ્રતીક સમાં આ આયોજનમા સંતવાણી અને કથામાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા.

- text