મોરબીમાં માતાજીના તાવામાં આમંત્રણ ન આપતા તલવારથી હુમલો

- text


મોરબી : મોરબીમાં માતાજીના તાવામાં આમંત્રણ ન આપતા એક શખ્સે તલવાર લઈને હુમલો કરી દેતા ફરિયાદી યુવાન સહીત બેને ઈજા પહોંચી છે. આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના લાભનગર વિસ્તારના રહેવાસી કેશુભાઈ રમેશભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વાલજી દેગામાં કોળી રહે. લાભનગર વાડી વિસ્તાર વાળાએ બે માસ અગાઉ માતાજીના માંડવામાં ઝઘડો કરેલ જેથી માતાજીના તાવામાં આરોપીને નહિ બોલાવતા ગાળો બોલી તલવાર લઈને ફરિયાદી કેશુભાઈ કોળીને પેટના ભાગે તેમજ સાહેદ ધનજીભાઈને ડાબા પગમાં અંગુઠામાં ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text