વાંકાનેર : અભદ્ર ટિપ્પણી કરનાર સામે પગલાં લેવા કોળી સમાજનું પ્રાંતને આવેદન

- text


વાંકાનેર: કોળી સમાજ પર એક શખ્સ દ્વારા બીભત્સ ટિપ્પણી કરાતા વાંકાનેર કોળી સમાજ લાલ ઘુમ બન્યો છે. રોષે ભરાયેલા કોળી સમાજે આ શખ્સને તાત્કાલિક પકડી પાડવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.

ભાવનગર માં રહેતા એક શખ્સ દ્વારા તાજેતર માં સોશ્યિલ મીડિયા માં એક વિડિઓ વાઇરલ કરવામાં આવ્યો હતો. તે વિડિઓમાં સ્પષ્ટ શબ્દોમાં કોળી સમાજની બહેનો વિષે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેમજ કોળી સમાજના પુરુષોને દારૂના વ્યસની ગણાવીને કોળી સમાજ ની લાગણી દુભાવવામાં આવી હતી.

- text

આ વીડિયો વાઇરલ કરતા વાંકાનેર કોળી સમાજ લાલ ઘુમ બન્યો હતો અને કોળી સમાજ ના આગેવાનો દ્વારા આ શખ્સને પકડી પાડવા અને યોગ્ય કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી ને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text