નવયુગ સ્કૂલનું ૧૨ સાયન્સમાં ઝળહળતું પરિણામ : મિત સનારીયા ગુજકેટમાં બોર્ડ થર્ડ

- text


મોરબી : મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલે ધો.૧૨ સાયન્સમા બોર્ડ તેમજ ગુજકેટમાં આ વર્ષે પણ દબદબો જાળવીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શાળાના વિદ્યાર્થી સનારીયા મિતે ધો.૧૨ સાયન્સમાં ગુજકેટમાં સમગ્ર બોર્ડમાં ત્રીજું સ્થાન મેળવી શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ સાયન્સ સ્કૂલના ૯૦ છાત્રોએ ધો.૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષામાં ૯૦ ટકાથી વધુ પી.આર. પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત શાળાના ૧૯ થી વધુ વિદ્યાર્થીઓએ ગુજકેટમાં ૯૦ થી વધુ પી.આર. મેળવ્યા છે. શાળામાં અભ્યાસ કરતા સનારીયા મીતે ગુજકેટમાં ૯૯.૯૭ ટકા પી.આર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ઉપરાંત તેને બોર્ડમાં ૯૯.૯૩ એસ.પી.આર સાથે સાતમો ક્રમાંક હાંસલ કર્યો છે.

- text

શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ પ્રમુખ પી.ડી.કાંજીયાએ તમામ બાળકોને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.

- text