મોરબીની શક્તિ સોસાયટીમાં બે મહિલા સહિત ચાર શખ્સો જુગાર રમતા ઝડપાયા

- text


મોરબી : મોરબીના શક્તિ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ બે મહિલાઓ અને બે પુરુષોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ શક્તિ સોસાયટીમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવીઝન પોલીસે દરોડો પાડી (૧) જુસબ ઉર્ફે જુસો મામદભાઇ મોવર મિયાણા ઉવ- ૫૧ (૨) રમેશભાઇ હિરાભાઇ સવસેટા આહિર ઉવ- ૨૮ (૩) ભાવેશ્વરીબેન વા/ઓ મનોજભાઇ મોદીભાઇ કારીયા લુવાણા ઉવ- ૪૫ (૪) પ્રેમીલાબેન વા/ઓ જુસબભાઇ મામદભાઇ મોવર મિયાણા ઉવ- ૪૯ રહે. બધા ઇન્દીરાનગર મોરબી વાળાને રંગે હાથ ઝડપી લીધા હતા.

- text

વધુમાં આરોપીઓ જાહેરમા ગંજીપાના વડે જુગાર રમતા હોય પોલીસે રોકડા રૂ. ૧૧,૫૦૦/- જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text