વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઝડપાયા

- text


વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ૫ પતાપ્રેમીઓને પોલીસે રૂ.૧૦, ૨૩૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે આરોપી પ્રવિણભાઇ કીશોરભાઇ વાનસીયા ઉ.વ. ૩૮ રહે પેડક સોસાયટી, ભઠ્ઠી વિસ્તાર વાંકાનેર વાળા તથા અન્ય ૪ આરોપી ગેરકાયદેસર રીતે જાહેરમા બેસી ગંજીપતાના પાનાવતી પૈચાની લેતી દેતી કરી તીનપનીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લઈને રોકડા રૂ. ૧૦,૨૩૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text