મોરબીના સ્કાયમોલમાં કાલે એમબીબીએસની પ્રવેશ પ્રક્રિયા અંગેનો માર્ગદર્શન સેમિનાર

- text


મોરબી: મોરબીના સ્કાય મોલ ખાતે આવતીકાલે મેકિંગ ડોકટર્સ એસોસિએશન દ્વારા એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયા વિશે માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

મેકિંગ ડોકટર્સ એસોસિએશન દ્વારા કાલે સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન સ્કાય મોલ, ગ્રાઉન્ડ ફ્લોર, શનાળા રોડ, મોરબી ખાતે એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાશે.જેમાં વિદ્યાર્થીઓને એમબીબીએસની પ્રવેશ પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.અનુભવી ડોકટર્સ અને એજ્યુકેશન એક્સપર્ટ એમબીબીએસના અભ્યાસ ક્રમમાં પ્રવેશ અંગેની પડતી મુશ્કેલીઓ અને તેના ઉપાયો અંગેની સચોટ માહિતી પૂરી પાડશે. સેમિનાર અંગે વિસ્તૃત વિગત મેળવવા મો.નં.૯૪૨૮૩ ૪૭૮૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text