બ્રાઝિલમાં ઇન્ડિયન એમ્બેસી અને સીરામીકના હોદેદારો વચ્ચે વેપાર અંગે થઇ મહત્વની ચર્ચા

- text


કોનેસયુલેટ જનરલ વિજય સિંઘ ચૌહાણ સાથે કરી ચર્ચા : બ્રાઝિલમાં ૧૦૦% એડવાન્સ પેમેન્ટ પર જ કામ કરવાની સલાહ

મોરબી : બ્રાઝિલના સાઓ પોલો શહેરમાં આવેલ ઇન્ડીયન એમ્બેસી ખાતે કોનેસયુલેટ જનરલ વિજય સિંઘ ચૌહાણ સાથે મોરબી સિરામીક એશોસીએસનના હોદ્દેદારોએ ઉધોગકારોને પેમેન્ટ મા પડતી તકલીફો અને કઇ રીતે બ્રાઝીલમા બીઝનેસ ડેવલપ કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારો નિલેશ જેતપરીયા સહિતના અગ્રણી હોદેદારોએ બ્રાઝીલની આર્થિક રાજધાની ગણાતા સાઓ પોલો શહેરની મુલાકાત લીધી હતી.ત્યાં તેઓએ ઇન્ડિયન એમ્બેસી ખાતે કોનેસયુલેટ જનરલ વિજય સિંઘ ચૌહાણ સાથે ઉધોગકારોને પેમેન્ટ મા પડતી તકલીફો અને કઇ રીતે બ્રાઝીલમા બીઝનેસ ડેવલપ કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.ઉધોગકારોના એક્સપોર્ટના કંટેનરો જે રીતે BL ની કોપી વગર છોડાવી લેવામાં આવે છે તે માટે શું કરવું જોઇએ તેની ચર્ચા કરી અને ભવિષ્યમાં તમામ પ્રકારનો સહકાર આપવાની તેમને ખાત્રી આપી હતી.

- text

આ તકે કોનેસયુલેટ જનરલ વિજય સિંઘ ચૌહાણે ખાસ ધ્યાન દોર્યું કે ઉદ્યોગકારોનું પેમેન્ટ જો ફસાય તો તેમા અહીના કાયદા મુજબ એમ્બેસી કશુ જ નહી કરી શકે. જેથી બ્રાઝીલ મા ૧૦૦ % એડવાન્સ પેમેન્ટ વગર ઉદ્યોગકારોએ કામ કરવું નહી. મુલાકાત દરમિયાન કોનેસયુલેટ જનરલ વિજય સિંઘ ચૌહાણ અને કોમર્સ વિભાગ ના અધિકારીઓને નીલેષભાઇ જેતપરીયાએ મોરબીના સિરામીક ઉધોગ વિશે માહિતગાર કર્યા હતા.

 

- text