14 એપ્રિલે ચક્કાજામથી બચવા કચ્છ તરફ જતા ભારે વાહનો ફેક્ટરીમાં રોકી રાખવા અપીલ

- text


મોરબી : આવતીકાલે 14મી એપ્રિલના રોજ કચ્છનાં સામખીયાડી ચેક પોસ્ટ ખાતે ચક્કાજામ કરવામાં આવવાનું હોય રાજસ્થાન અને અન્ય રાજય માંથી મોટી સંખ્યા વાહનો કચ્છ તરફથી મોરબી આવતાં જતા હોય છે. જેથી હાઇવે પર ટ્રાફિક જામ થવાની શક્યતાને પગલે મોરબી જીલ્લા પોલિસ વડાની સૂચનાને પગલે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સીરામીક તેમજ અન્ય ઉધોગકારને કચ્છ તરફથી જતા ભારે વાહનો સવારે 9થી સાંજે 7 સુધી ફેક્ટરીમાં રોકી રાખવા તેમજ બની શકે તો કચ્છ હાઇવે પર ન જવા અપીલ કરી છે.

- text

 

- text