મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

- text


મોરબી : મોરબીના ફૂલછાબ કોલોનીમાં રહેતાં યુવાને મોડી સાંજે અગમ્ય કારણસર ગળાફાસો લગાવી આપઘાત કરી.લીધો હતો. બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની  મળતી વિગત મુજબ મોરબીના ફૂલછાબ કોલોનીમાં રહેતો અલી આદમ માણેક નામના 24 વર્ષીય યુવાને ઘરમાં જ અગમ્ય કારણોસર ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પરિવારે યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text