મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છુકો લોકોને ઓન લાઇન અરજી કરવી

- text


મોરબી : શૈક્ષણિક વર્ષ ૨૦૧૮ થી ગુજરાત સરકાર મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ ૨૦૦૯ તથા આર.ટી.ઇ. નિયમો-૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લાની તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ (એક)માં વિના મુલ્યે ૨૫% પ્રવેશ સદર્ભે પ્રવેશપાત્ર બાળકો માટે આગામી તા ૧૯-૦૪-૨૦૧૮ થી તા ૦૫-૦૫-૨૦૧૮ સુધીમાં www.rtegujarat.org વેબ સાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.

આરટીઇ હેઠળ ઓનલાઇન કરેલ અરજીઓની પ્રીન્ટકોપી અને જરૂરી આધારો સાથેની કોપી મોરબી જિલ્લામાં તાલુકાવાર શરૂ કરવામાં આવેલ અરજી સ્વીકાર કેન્દ્રો પર નિયત સમય મર્યાદામાં તા ૧૯-૦૪-૨૦૧૮ થી ૦૮-૦૫-૨૦૧૮ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન જમા કરાવવાના રહેશે.

સ્વિકાર કેન્દ્ર ઉપર પણ ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે.તે માટે જરૂરી આધાર પુરાવા સાથે આવવાનું રહેશે. અરજદાર જરૂરી આધાર પુરાવાની વિગતો ઉપરોકત વેબસાઇટ પર પણ ઓનલાઇન જોઇ શકાશે. મોરબી જિલ્લામાં શરૂ કરાયેલ તાલુકાવાર અરજી સ્વિકાર કેન્દ્રો નીચે દર્શાવ્યા મુજબના છે. જેની દરેકને નોંધ લેવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવેની યાદીમાં જણાવાયુ છે.

- text

મોરબી તાલુકામાં આંબાવાડી તા. શાળા, પી.જી. કલોક પાછળ, વૈભવનગર મોરબી-૧, તાલુકા શાળા નંબર-૧ વી.સી. ફાટક સામે મણિમદિરની બાજુમાં મોરબી, બી.આર.સી. ભવન, સાંમા કાઠે ત્રાજપર ચોકડી પાસે એસ્સાર પેટ્રોલ પંપની સામે મોરબી-૨, માળીયા મિયાણા તાલુકામાં તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા, તાલુકાપંચાયત માળીયા (મિં), ટંકારા તાલુકામાંશ્રી કન્યા પ્રાથમિક શાળાદેરી નાકા રોડ ટંકારા, વાંકાનેર તાલુકામાં રામકૃષ્ણ કુમાર તા. શાળા રામકૃષ્ણ નગર પંચાસર રોડ વાંકાનેર, હળવદ તાલુકામાં બી.આર.સી. ભવન સંસ્કાર વિધાલયની સામે મોરબી દરવાજા, હળવદ ખાતે અરજીઓ સ્વીકારમાં આવશે.

 

- text