વાંકાનેરમાં પત્નીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પતિઓ ઝગડયા : છરી થી હુમલો

- text


મોરબી : વાંકાનેરમાં કપડા ધોવા જેવી સામાન્ય બાબતે બે સ્ત્રીઓને બોલાચાલી થઈ હતી બાદમાં બંનેના પતિને ઘટના અંગે જાણ થતાં તેઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ દરગાહ નજીક રહેતા મહમદભાઈ બાબુભાઈ સઈટ (ઉ.૩૫)ના પત્ની અને કિશોરભાઈ મગનભાઈ જીજરીયાના પત્ની બંનેને કપડા ધોવા બાબતે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી ગત સાંજના સુમારે કિશોર મગનભાઈ જીજરીયાએ આવીને મહમદ બાબુભાઈ સઈટને ગાળો આપી છરી વડે હુમલો કરી જમણા સાથળના ભાગે ઈજાઓ પહોચાડ્યાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકમાં મહમદભાઈ નોંધાવી છે.વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text