વાંકાનેરના કોઠી ગામે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજુર

- text


બહુમતી સિદ્ધ કરવાની બેઠકમાં હાજર રહેલા તમામ સભ્યોનું સરપંચ વિરુદ્ધ મતદાન

મોરબી : વાંકાનેરના કોઠી ગામે સરપંચ વિરુદ્ધ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા બાદ આજે બેઠક મળી હતી.બેઠકમાં તમામ સભ્યોએ સરપંચના વિરુદ્ધ માં મત આપતા સરપંચની આગળ ભૂતપૂર્વ લાગી ગયું છે. હવેથી ગામના ઉપસરપંચ હંગામી સરપંચ તરીકે કારભાર સંભાળશે.

વાંકાનેર તાલુકાના કોઠી ગામના સરપંચ રોશનબેન મામદભાઈ સામે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેના અનુસંધાને દિવસ ૧૫ માં સરપંચે મિટિંગ બોલાવવાની રહે છે .જેમાં તેમણે બહુમતી સિદ્ધ કરવાની રહે છે. પરંતુ કોઠી ગામના સરપંચે મિટિંગ ન બોલાવતા આજરોજ ટીડીઓ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના કુલ ૧૦ સભ્યોમાંથી ૮ સભ્યો અને ૧ સરપંચ હાજર રહ્યા હતા. અને ૨ સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ મિટિંગમાં હાજર રહેલા બધા સભ્યો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપીને સરપંચ વિરુદ્ધ ગયા હતા. જ્યારે સરપંચને માત્ર તેમનો પોતાનો એક જ મત મળ્યો હતો.

- text

આમ સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તમાં સભ્યોની એટલે કે ૧૦ માંથી ૭ સભ્યોની જરૂર રહે જેમને બદલે ૮ સભ્યો સરપંચ વિરુદ્ધ જતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઇ હતી. કોઠીના સરપંચ તેમના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ચાલતા, સભ્યોએ હવે શેરસિયા રોશનબેન મામદભાઈ આગળ ભૂતપૂર્વ સરપંચ લગાવી દીધું છે. અને હવે ૬ મહિનામાં સરપંચની ચૂંટણી આવશે ત્યાં સુધી ઉપસરપંચ બાદી મદીનાબેન રજાકભાઈને સરપંચનો ચાર્જ આપવામાં આવશે.

- text