મોરબીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ન્યુ એરા ગ્લોબલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો શુભારંભ

વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાયત્રી યજ્ઞ કરાયો

મોરબી : મોરબીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ન્યુ એરા ગ્લોબલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

મોરબીના આંગણે શુભ સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની ન્યુ એરા ગ્લોબલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, ડી.બી. પાડલીયા તથા અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વાલીગણની બહોળી ઉપસ્થિતિ રહી હતી

આ તકે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબીના ઉચ્ચ કક્ષાની સ્કૂલ મળવા બદલ આનંદ સાથે ગર્વની લાગણી અનુભવી રહ્યો છું મોરબીમાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ આઇ.એ.એસ, આઇ.પી.એસ. અને આઈ.એફ.એસ જેવી કલાસ વન સેવાઓમાં જોડાઈ તે પ્રકારે વિદ્યાર્થીઓનું ઘડતર થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી શાળાના ડાયરેકટર હાર્દિકભાઈ પાડલિયાએ મોરબીના વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે તેવા શાળા દ્વારા પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.