મોરબીના વાવડી રોડ ઉપરથી વિદેશી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર લોમજીવન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી એલસીબી ટીમે ઇગ્લીંશ દારૂના ક્વાટરીયા નંગ-૧૦૪ કી.રૂ.૧૦૪૦૦ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને પ્રોહીબીશનની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સટેબલ સંજયભાઇ મૈયડ તથા પોલીસ કોન્સ. ભગીરથસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે આરોપી સિંકદર જુસબ સંધિ રહે. મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇગ્લીંશ દારૂના ક્વાટરીયા નંગ-૧૦૪ કી. ૧૦૪૦૦ ના મુદામાલ સાથે આરોપી સિંકદર જુસબ સંધિ ૨હે, લોમજીવનપાર્ક, વાવડી રોડ, મોરબી વાળાને પકડી પાડયો હતો. આ મામલે એલસીબીએ આરોપી સિકંદર જુસબ સંધી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસસ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

 

- text