યંગ ઇન્ડિયા ગ્રુપ દ્રારા શહીદ દીન નિમિતે નિબંધ સ્પર્ધા યોજાઇ

- text


૮૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની લેખન કળા બતાવી: વિજેતાઓને સન્માનિત કરાશે

મોરબી: મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ તહેવારોની કંઇક અનોખી અને જુદી જ રીતે ઉજવણી કરવા માટે જાણીતું છે ત્યારે આજે શહિદ દિન નિમિતે ભારતને આઝાદી અપાવવામાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુને શ્રધાંજલી આપવા માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શહિદ દિને આજના યુવાનો ક્રાંતિકારીઓ વિશે જાણે,સમજે એ હેતુ થી નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી.નિબંધ લેખનના વિષયો (૧)ભારતનો સ્વતંત્ર સંગ્રામ (૨)આઝાદીના ઇતિહાસની ક્રાંતિકારી ચળવળ (૩)આઝાદીના ઇતિહાસનું અવિસ્મરણીય પાત્ર એટલે શહિદ ભગતસિંહ રાખવામાં આવ્યા હતા.

- text

નિબંધ લેખન માટે એક કલાકનો સમય રાખવામાં આવ્યો હતો. નિબંધ લેખન સ્પર્ધામાં ધો. ૯થી કોલેજ સુધીના ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. અને ૧થી ૩ નંબર પ્રાપ્ત કરનારને જાહેર કાર્યક્રમમાં સ્મૃતિચિહ્નન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન દિનેશભાઇ વડસોલા અને દેવેનભાઈ રબારીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા નીલકંઠ વિદ્યાલયના તમામ સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી

- text