પંચાસર હત્યા કેસના ૬ આરોપીઓ ત્રણ દિવસની રિમાન્ડ પર

- text


મોરબી : મોરબીના પંચાસર ગામે ગરાસિયા આધેડની ફાયરિંગ કરી હત્યા કરી નાખી મહિલા સહિત બે વ્યક્તિ પર જીવલેણ હુમલી કરવાના ગંભીર ગુનામાં ઝડપાયેલા ભાજપ અગ્રણી સહિતના છ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ પંચાસર ગામે ગત સોમવારે બપોરે જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા ઉ.૨૯ સહિતના લોકો પંચાસરમાં પોતાના મકાનની છત ભરાતી હોય ત્યાં બેઠા હતા ત્યારે  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સહિતના ઈસમોએ ૩ પિસ્તોલ અને ૩ બાર બોરની બંદૂકો સાથે ધસી જઇ હવામાં ફાયરિંગ કર્યા હતા અને બાદમાં આડેધડ ફાયરિંગ કરતા સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. ૪૮ નું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની રસિકબા ઝાલા અને પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- text

આ મામલે મોરબી તાલુકા પોલીસે પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાની ફરિયાદના આધારે આરોપી એવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા વિરુદ્ધ આઇપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૩૦૨ -૩૪ આર્મ્સ એક્ટ ૨૫ (૧ – બી ) એ ૨૭ (૨) અને જી.પી.એક્ટ – ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં ગઈકાલે તમામ આરોપીઓ લજાઈ નજીકથી ઝડપાઇ ગયા બાદ પોલોસે આરોપીઓને કોર્ટ માં રજુ કરતાં નામદાર મોરબી કોર્ટ દ્વારા તમામ આરોપીઓના ત્રણ દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

- text