મોરબી : રહેણાંક મકાનમાંથી રૂ.૪૧ હજારનો દારૂ પકડાયો

- text


મોરબી: મોરબીના વીશીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂ.૪૧,૨૦૦ ની ૧૦૬ બોટલ વિદેશી દારૂ સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે વીશીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદના પાછળના ભાગે આવેલ રહેણાંક મકાનમાં દરોડા પાડતા અલગ અલગ બ્રાન્ડની રૂ.૪૧,૨૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦૬ બોટલ મળી આવી હતી. સાથે મયૂદિન ગુલામભાઈ કચ્છી જાતે મેમણને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

 

- text