પંચાસર હત્યા કેસમાં ભાજપ અગ્રણી સહિત છની પોલીસે ધરપકડ કરી

- text


મોરબી તાલુકા પોલીસ અને એલસીબીનું સયુંકત ઓપરેશન હાથ ધરી લજાઈ પાસેથી ધરપકડ કરી

મોરબી : મોરબીના પંચાસર ગમે ગરાસિયા આધેડની ફાયરિંગ કરી હત્યા કરી નાખી મહિલા સહિત બે વ્યક્તિ પર જીવલેણ હુમલી કરવાના ગંભીર ગુનામાં મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમે સયુંકત ઓપરેશન કરી લજાઈ ચોકડી નજીક આવેલી હોનેસ્ટ હોટલ પાસેથી આ હત્યાકાંડના આરોપીઓને સ્વીફ્ટ કાર સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ પંચાસર ગામે  સોમવારે બપોરે જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા ઉ.૨૯ સહિતના લોકો પંચાસરમાં પોતાના મકાનની છત ભરાતી હોય ત્યાં બેઠા હતા ત્યારે  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સહિતના ઈસમોએ બંદૂકો સાથે ધસી જઇ હવામાં ફાયરિંગ કર્યા હતા અને બાદમાં આડેધડ ફાયરિંગ કરતા સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. ૪૮ નું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની રસિકબા ઝાલા અને પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- text

આ મામલે મોરબી તાલુકા પોલીસે પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાની ફરિયાદના આધારે આરોપી એવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા વિરુદ્ધ આઇપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૩૦૨ -૩૪ આર્મ્સ એક્ટ ૨૫ (૧ – બી ) એ ૨૭ (૨) અને જી.પી.એક્ટ – ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન આજે હત્યા કેસના આરોપીઓ લજાઈ ચોકડી નજીક આવેલી હોટલ હોનેસ્ટ પાસે આવ્યા હોવાની બાતમીને આધારે એલસીબી અને તાલુકા પોલોસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી છએય આરોપીઓને દબોચી લીધા હતા.

વધુમાં આરોપીઓ સ્વીફ્ટ કાર જીજે ૩ ડીએન ૨૩૦૦ માં આવ્યા હોય આરોપીઓ ની વિધિવત ધરપકડ કરી કાર પણ કબજે લેવામાં આવી છે.

જો કે હજુ ગુન્હાના કામે વપરાયેલ હથિયાર કબ્જે કરવાની સાથે આરોપીઓ ક્યાં છુપાયા હતા તે સહિતના મુદ્દે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

- text