મોરબી : હાઇવે પર બંધ ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતા ડ્રાઇવરનું મોત

- text


ડ્રાઇવર અને ક્લીનર બંધ પડેલા ટ્રકનું રીપેરીંગ કામ કરતા હતા તે વેળાએ ટ્રેલરે ટક્કર મારી

મોરબી: મોરબી -માળીયા હાઇવે પર આવેલા ગાળા અને નાગડાવાસ ગામ વચ્ચે બંધ હાલતમાં પડેલા ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતા ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું અને ક્લીનરને ગંભીર ઈજાઓ થવા પામી હતી

પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે પર આવેલા ગાળાને નાગડાવાસ ગામ વચ્ચે એક ટ્રક બંધ હાલતમાં પાર્ક થયેલો હતો તે દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવતા જીજે ૧૨ વીવી ૮૯૫૪ નંબરનું ટ્રેલર પાછળ ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર રમેશભાઇ અરજણભાઇ ડાંગરનું મોત નિપજ્યું હતું.જ્યારે ક્લીનર દિનેશભાઈને ગંભીર ઇજા પહોંચી હતી.

- text

પોલીસે આ અંગે જણાવ્યું કે ટ્રક ખરાબ થઈ જતા ત્યાં પાર્ક કરીને ડ્રાઈવર અને ક્લિનર ટ્રક નીચે રિપેરિંગ કરતા હતા તે સમયે ટ્રેલર પાછળથી ટ્રકની હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ બનાવ સંદર્ભે મૃતકના ભાઇ શૈલેષભાઈ ડાંગરે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

- text