મોરબીમાં બે મહિલાઓએ ફીનાઇલ પીધી : તરુણે ઝેર ગટગટાવ્યું

- text


હળવદના ઈશ્વર નગરમાં મહિલા દાઝી જતા રાજકોટ સારવારમાં

મોરબી : મોરબીમાં બે મહિલાઓએ ફીનાઇલ ગટગટાવી લેતા અને તરુને ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે હળવદની મહિલા રસોઈ બનાવતા દાઝી જતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.

મોરબી સિવિલ હોઅપીટલના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતી શેરબાનું પીંજરા નામની મહિલાએ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી. આ ઉપરાંત વાકાનેરના ચિત્રખડામાં રહેતા મહેશ જેજરીયા ઉ.૧૭ નામના તરુંણે પોતાની ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

- text

આ ઉપરાંત મોરબીના સંગીતાબેન દેત્રોજા તેમજ લીલતા અભિષેક કુમાર ઉ. ૨૮ નામના મહિલાએ અગમય કારણોસર ફીનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.

જ્યારે હળવદના ઇશ્વરનગર માં રહેતી આશાબેન ભાડજા ( ઉ.વ.૨૮) પોતાની ઘરે રસોઈ બનાવતી વેળાએ દાજી જતા પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી. આ તમામ બનાવો અંગે મોરબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text