મોરબીના વોર્ડ નં.૪માં સીસી રોડ બનાવવાની માંગ

- text


સામાજિક કાર્યકર ની જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત

મોરબી : મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. ૪ ના રોડ છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં છે.ઉબડ ખાબડ રોડના કારણે અહીંના લોકો છેલ્લા ઘણા સમયથી હાલાકી વેઠી રહ્યા છે.આ વોર્ડના સામાજિક કાર્યકરે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત કરી વોર્ડનં ૪ નાં વિસ્તારોમાં સીસી રોડ બનાવવાની માંગ કરી છે.

મોરબી સામાકાંઠા વિસ્તારના સામાજિક કાર્યકર હરિભાઈ રાતડિયાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત કરી હતી કે, વોર્ડ નં.૪માં રસ્તાઓ ઉબડ ખાબડ હાલતમાં છે. રસ્તાઓની ખરાબ હાલત ને કારણે અહીંના લોકોને અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.વોર્ડ નં ૪ માં નવી જિલ્લા કલેકટર કચેરી, શોભેશ્વર રોડ પર આવેલા ગ્રીન લેન્ડ પાર્ક, ગેલેક્સી સોસાયટી, ભુવનેશ્વરી પાર્ક, પરશુરામ રોડ પર આવેલા પરશુરામનગર, વરિયાનગર ચામુંદનગર, રામદેવ મંદિરની આગળની સાઇડ , બાલમંદિરની સામેની સાઇડ , પોટરી તાલુકા શાળા થી જય અંબે ગરબી મંડળી સુધી, જૂનો લખધિરપુર રોડ સહિતના વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવાની માંગ કરી છે.

- text

સામાજિક કાર્યકરે વધુમાં ઉમેર્યું હતું કે, આ તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ થઈ ચૂક્યું છે.જેથી રોડ બનાવ્યા બાદ કોઈ સમસ્યા નહીં ઉદભવે.આ વિસ્તારોમાં ઘણા સમય થી રોડ બનાવવામાં આવ્યા નથી.

- text