લોકોના પ્રશ્નોને વાચા આપવા ટંકારાને પ્રજા સેવકનું કાર્યાલય કયારે મળશે ?

- text


ટંકારા : સામાન્ય રીતે ચૂંટણી ટાંકણે પ્રજા સેવક અને જનતા વચ્ચે રહેનારા ચુંટણી બાદ કયા જતા રહે છે તેન ખબર નથી પડતી. આપણા પ્રતિનિધિને જરૂરી સુચના અને સમસ્યા માટે કયા મળે, ટંકારાના ૪૫ ગામડાના લોકો પ્રજા સેવકોને મળી શકે તે માટે કોઈ કાયમી સરનામું નહી, હાલના સાંસદ અને ટંકારા બેઠક પર પણ અનેક ટર્મ જીતી ચુકેલા મોહનભાઈ એ પણ કાર્યાલય ન કર્યું જયારે પરિ વર્તનના પવન વચ્ચે કોંગ્રેસના નેતાનુ પણ કાર્યાલય નથી.

ગામડાની સમસ્યા ખેતી ઉદ્યોગ શિક્ષણ કે રોજગાર પ્રશ્રે ચૂંટાયેલા પ્રતિનિધિને કયા ગોતવા કાયમી સરનામું શું ના અનેક સવાલો લોકો ઉઠાવી રહ્મા છે. આમ તો નેતાઓ જેતે કચેરીઓમાં આવતા હોય પરંતુ જનતાને મળવા માટે કોઈ કાયમી સ્થાન ઉભુ કરવું જોઈએ. જેથી આસાનીથી લોકો તેમને મળી શકે.

- text

ટંકારાના પાંચ વખત ચુંટાયેલા ધારાસભ્ય અને હાલના સાંસદ મોહનભાઈએ પડધરીમાં થોડા દિવસ પહેલા જ કાયાલયનું ઉદઘાટન કર્યું તો ટંકારાના શું વાંક ? શું ટંકારાને જરૂર નથી અને ૨૫ વર્ષ થયા છતાં કાર્યાલય ન આપી શકયા.

હાલના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ચુંટાયા પછી આમ તો ટંકારાની મુલાકાતો ચાલુ રાખી છે પરંતુ કોઈ કાયમી કાર્યાલય નથી જ્યાં લાકો રજુઆત કરી શકે આ મામલે પ્રજા સેવકોએ વિચારવાની જરૂર છે.

- text