મોરબીના સનાળા રોડ પરથી મોંઘાદાટ વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

- text


એલસીબીએ રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૫૪૦૦ નો વિદેશી શરાબ જપ્ત કર્યો

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર એસ્સાર પંપની પાછળ રહેણાંક મકાનમાં એલસીબીએ દરોડો પાડી ઇગ્લીંશ દારૂની રેઇડ કરી વિદેશી બ્રાન્ડની અલગ અલગ બોટલો નંગ ૨૯ તથા બીયર ટીન નંગ ૧૮ કબજે કરતા બુટલેગર આલમમાં ફફડાટ મચી ગયો છે.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાથોડની સુચના મુજબ મોરબી જીલ્લામાં ચોરી છુપીથી ચાલતી દારુ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસના માર્ગદર્શન મુજબ પોલીસ કોન્સ. સહદેવસિંહ તથા યોગીરાજસિંહને મળેલ બાતમીના આધારે મોરબી શનાળા રોડ એસ્સાર પેટ્રોલ પંપની પાછળ મુળ નાની વાવડી તા.જી.મોરબીના રહીશ જયેન્દ્રસિંહ ઉર્ફે જીતુંભા નવલસિહ ઝાલાના રહેણાંક મકાને ઇગ્લીંસ દારૂની રેઇડ કરી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૨૯ તથા બીયર ટીન નંગ ૧૮ મળી કુલ રૂપીયા ૧૫૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

- text

આ દરોડામાં એલસીબીએ એન્ટિકવિટી, રેડ લેબલ, વેટ ૬૯,સહિતની મોંઘીદાટ શરાબની બોટલો ઝડપાઇ હતી તે જોતા માલેતુજાર શોખીનો માટે આ જથ્થો મંગાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે પોલીસે આરોપી વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવા મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હોવાનું ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ એલ.સી.બી.મોરબીએ જણાવ્યું હતું.

- text