મોરબી : અસ્થિર મગજની પુત્રીનું પિતા સાથે મિલન કરાવતી ટીમ ૧૮૧

- text


જસદણ પંથકમાંથી મોરબી પહોંચી ગયેલી અસ્થિર મગજની યુવતીને હૂંફ આપી કાઉન્સિલિંગ કરી કુટુંબીજનોની ભાળ મેળવી

મોરબી : મોરબીમાં અભયમ ૧૮૧ ટીમ સતત જાગૃત રહી કાબીલેદાદ કામગીરી કરી રહી છે જેમાં ગઈકાલે જસદણ પંથકથી છે ક મોરબી આવી પહોંચેલી અસ્થિર મગજની યુવતીનું પિતા સાથે સુખદ મિલન કરાવી ૧૮૧ ની ટીમે યુવતીને નરાધમોથી બચાવી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી ૧૮૧ અભયમ ટીમને થર્ડ પાર્ટી કોલ મળ્યો હતો કે એક અજાણી યુવતી મળી આવેલ છે જેને પગલે ૧૮૧ ના કાઉન્સિલર આરતીબેન પાડવી અને પાયલોટ દિલીપ દોબરિયા પળવારનો પણ વિલંબ કર્યા વગર બહેન પાસે પહોંચી ગયા હતા, જ્યાં બેનનું કાઉન્સિલિંગ કરતા બહેન અસ્થિર મગજના હોવાનું જણાયું હતું.

- text

જો કે બહેન અસ્થિર મગજના હોય એમનું કાઉન્સિલિંગ નાના બાળકની જેમ ફોસલાવીને કરવામાં ૧૮૧ ટીમને ભારે મહેનત કરવી પડી હતી અને ભારે સમજાવટ બાદ બહેન પોતે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જસપર ગામના વતની હોવાનું જણાવ્યું હતું.

જે ને પગલે ૧૮૧ ટીમ દ્વારા રાજકોટ પોલીસનો સંપર્ક કરી બહેનના જણાવ્યા મુજબના જસપરના સરનામે તપાસ કરાવી તાબડતોબ તેમના પિતાને મોરબી બોલાવવામાં આવ્યા હતા અને માનસિક અસ્થિર મગજના બહેનનું પિતા સાથે સુખદ મિલાન કરવી તેમના પિતાને દીકરીની કાળજી લેવા સમજ આપી હતી.

- text