ખાખરેચીમાંથી જુગારધામ ઝડપાયું : રૂ.૧.૮૫ લાખ રોકડસહિત રૂ ૯.૧૪ લાખનો મુદામાલ કબ્જે

મોરબી એલસીબીનો સપાટો ધૂળેટીએ જુગારની મહેફિલ માંડનાર આઠ શખ્સો લોકાઅપના મહેમાન

મોરબી : હોળી ધૂળેટીએ મોરબી શહેર જિલ્લામાં સાતમ આઠમ જેવા માહોલમાં જુગાર રમવાની મોસમ ખીલી હોય તેમ ઠેર – ઠેર જુગાર રમતો હોય છે ત્યારે બાતમીને આધારે એલસીબીએ માળીયા તાલુકાના ખાખરેચી ગમે રહેણાંક મકાનમાં જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે જુગાર રમતા ૮ શખ્સોને રૂ.૧,૮૫,૫૦૦ રોકડા તથા કાર, મોબાઈલ મળી કુલ ૯,૧૪,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ હેડ કોન્સટેબલ જયવંતસિંહ ગોહીલને મળેલ હકિકત આધારે ખાખરેચી ગામે આરોપી દિનેશ ભગવાનજીભાઇ પારેજીયા ના કબજા ભોગવટા વાળાના મકાનમાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્તીનો જુગાર રમતા (૧) પ્રકાશ પ્રેમજીભાઇ ફુલતરીયા રહે.તરઘરી તા,માળીયા મિ. (ર) ઘનશ્યામ વનુભાઇ અધારા રહે.ઉમા ટાઉનશીપ મોરબી (૩) કિરીટ ચંદુભાઇ અંદરપા રહે.ગાળા તા.જી.મોરબી (૪) બળદેવ ઘેલાભાઇ મોંટકા (૫) હિતેષ કાન્તીલાલ પારેજીયા (૬) મનસુખ નટવરભાઇ હુલાણી રહૈ.નં.૪ થી ૬ ખાખરેચી તા. માળીયા મિ. (૭) મહેશભાઇ રામભાઇ પટેલ રહે.કડી જી.મહેસાણા (૮) ભાવેશ પ્રવિણભાઇ પારેજીયા રહે.મોરબી સરદાર સોસાયટી-૧ (૯) દિનેશ ભગવાનજીભાઇ પારેજીયા ૨હે.ખાખરેચી વાળાઓ પૈકી અનુક્રમ નં. (૧) થી (૮) ને રોકડા રૂ.૧,૮૫,૫૦૦/તથા સીઆઝ કાર કી.રૂ. ૭,૦૦,૦૦૦/તથા મોબાઇલ ફોન નંગ-૮ ફી.રૂ.૨૯,૦૦૦ મળી કૂલ કિ.રૂ.૯,૧૪,૫૦૦ ના મૃદમાલ સાથે જુગાર રમતા કૂલ ૮ આરોપીઓને પકડી પાડેલ છે.

આમ મોરબી એલ.સી.બી.ને માળીયા તાલુકાના ખાખરેચી ગામે ધમધમતું જુગારધામ પકડી પાડવામાં મોટી સફળતા મળેલ છે.