ટંકારા : ૨૪ કલાક વીતવા છતાં પાણીમાં ડૂબેલા એ હતભાગી યુવાનનો હજુ કોઈ પત્તો નથી

- text


જિલ્લા વહીવટી તંત્ર વામણું પુરવાર થયું : ઘટનાના ૧૮ કલાક બાદ મામલતદાર ડોકાયા

ટંકારા : ગઈકાલે સાંજે રાજકોટ મોરબી હાઇવે પર આવેલ ધ્રુવનગર ગામ નજીક પશુપાલક ભરવાડ યુવાન નદીમાં પડ્યો હતો અને ભેસનુ પૂંછડું પકડી નદી પાર કરવા પ્રયત્ન કરતો હતો ત્યારે ઊંડા પાણીમાં ગરક થઇ ગયા બાદ લાપતા બન્યો હતો આ ઘટનાના ૨૪ કલાક વીતવા છતાં હજુ યુવાનની ભાળ નમળતા લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે ચારેક વાગ્યાના અરસામાં ટંકારના તાલુકાના ધ્રુવનગર ગામમાં રેહતા મોમાંભાઈ પુજાભાઈ ભરવાડ ને ત્યાં કામ કરતો મૂળ કચ્છ નો ખોડાભાઈ ભરવાડ ઉ.૨૫ નામનો ભરવાડ યુવાન નદી પાર કરવા માટે પોતાની ભેંસનું પૂછડું પકડી પાણીમાં ઉતર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં ગરક થઈ જતા સ્થાનિક લોકોએ પ્રયત્ન કરી મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ મોડી રાત્રી સુધી યુવાનને શોધવામાં સફળતા મળી ન હતી.

- text

બીજી તરફ આ ઘટનાને આજે ચોવીસ કલાક કરતા પણ વધુ સમય વીતવા છતાં હજુ સુધી મોરબી જિલ્લાના વહીવટી તંત્રે આ બાબતને કોઈ ગંભીરતાથી લીધી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે ખુદ ટંકારા મામલતદાર પણ ૧૮ કલાક વીત્યા બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બીજી તરફ જુવાનજોધ યુવાન પાણીમાં ગરક થયા બાદ ૨૪ કલાક સુધી યુવાનનો પતો ન લાગતા મ ભરવાડ પરીવાર ચિંતાતુર બન્યો છે અને હોળી-ધૂળેટીના સપરમા દિવસોમાં જ આવી ગોઝારી ઘટના ઘટતા ટંકારા અને ધ્રુવનગર પંથકમાં લોકો ચિંતાતુર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે જનતા માટે ૨૪ કલાક ખડેપગે ઉભા રહેવાના વાયદા કરનાર ટંકારા વિસ્તારના ધારાસભ્ય લાલિતભાઈ કગથરાએ પણ આ બનાવની કોઈ નોંધ લીધી નથી કે હતભાગી યુવાનના પરિવારજનોને સાંત્વના પાઠવવાનું કે તંત્ર પાસે કડક હાથે કામ લેવડાવવાની તસ્દી ન લેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

- text