મોરબી જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહન : ધુળેટીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

- text


લોકોએ આસ્થાભેર હોળી દહન સાથે હોળીની પ્રદક્ષીણા કરી

મોરબી : મોરબી જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહન સાથે હોળીની આસ્થા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેર ઉપરાંત મોરબી, વાકાનેર, ટંકારા, હળવદ, અને માળીયા મિયાણા તાલુકામાં પણ પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
સમગ્ર મોરબી જિલ્લામાં આસ્થાભેર હોળીનો તહેવાર ઉજવાયો હતો. જેમાં દરેક ગામ, શેરી, મહોલ્લામાં પરંપરાગત રીતે રાત્રે 8.30 વાગ્યે હોળી પ્રગટાવવામાં આવી હતી. અને લોકોએ પરિવાર સાથે હોળીના દર્શન કરી હોળીની પ્રદક્ષીણા કરી હતી. તેમજ હોળીમાં નાળિયેર, ખજૂર, પતાસા, દાળિયા વગેરે વસ્તુઓનું દહન કરી હોલિકા માતાના દર્શન કરી પરિવારના કલ્યાણની પ્રાથના કરી હતી.
જયારે આજે આસુરુ શક્તિઓના દહન બાદ આવતી કાલે લોકો ધુળેટીના તહેવારની આનંદ ભેર ઉજવણી કરવા અધીરા બન્યા હતા. ધુળેટીના તહેવારના અનુસંધાને મોરબી જિલ્લાના તમામ શહેરોની બજારોમાં મોડે સુધી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. જયારે ધુળેટીના તહેવારની આનંદમય વાતાવરણમાં શાંતિથી ઉજવણી થઇ શકે તે માટે મોરબી શહેર સહીત સમગ જિલ્લામાં પોલીસે ધુળેટીના દિવસે ખાસ બંદોબસ્ત ફાળવી દેવાયો હતો. જેમાં મોરબી શહેરમાં 47 પોલીસ જવાનો અને 40થી વધુ જીઆરડી જવાબનો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિગ કરશે. અને મોરબી જિલ્લા કલેક્ટર ના જાહેરમાં રંગો નહિ ઉડાડવાના જાહેરનામાનો કડક અમલ કરાવશે તેમજ છાટકા બનતા યુવાનોને કાયદાનું ભાન કરાવાશે તેવું મોરબી એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું.

- text