૭મી માર્ચે મોરબીમાં રાત્રે સાંઈરામ દવેનો સાંસ્કૃતિક હાસ્ય દરબાર

- text


રામોજી ફાર્મ ખાતે આયોજન : હાઇ – ફાઈ ડિજિટલ યુગમાં જીવતા માનવીને હાસ્ય થકી સંસ્કૃતિનો બોધ અપાશે : લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ

મોરબી : આજના યુગમાં મોબાઈલમાં વ્યસ્ત અને મસ્ત રહેતા બાળકો, યુવાનો, વડીલો અને વૃધોની જિંદગી જાણે હાઇફાઈ થવાની સાથે વાઇફાઇ કંક્ટિવિટી અને પાસવર્ડ વાળી ડિજિટલ બની ગઈ છે પરિણામે સંસ્કૃતિ “કરપ્ટ” કા તો હેક થઈ રહી હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો સાંસ્કૃતિક હાસ્ય દરબાર યોજવામાં આવનાર છે.

આગામી તા.૭ માર્ચને બુધવારના રોજ રાત્રે 8 કલાકે રામોજી ફાર્મ, કેનાલ રોડ, રવાપર ખાતે કૃષ્ણાયન દેશી ગૌશાળા હરિદ્વાર, મોરબી સીરામીક એસોસિએશન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવતર અભિગમ સાથે જાણીતા સાહિત્ય અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેના સાંસ્કૃતિક હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આજના હાઇફાઈ યુગમા જયારે માનવી ડીજીટલ યુગ તરફ વળ્યો છે ત્યારે આપણી સંસ્કૃતિને ઉજાગર રાખવાના પ્રયાસ રૂપે સાંઈરામનો સાંસ્કૃતિક હાસ્ય દરબાર યોજવામાં આવ્યો છે જેમાં હાસ્યના હેતથી આપણી સંસ્કૃતિને જાણવા તેમજ માણવા મળશે, જેથી સમસ્ત ધર્મપ્રેમી, હાસ્યપ્રેમી જનતા માટે જાહેર કાર્યક્રમ રાખેલો હોય અવશ્ય લાભ લેવા આયોજકોએ અપીલ કરી છે. વધુ વિગતો માટે મો. 91379 77777 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text