મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા પુત્રીના જન્મદિવસની પ્રેણાદાઇ ઉજવણી

મોરબીની સરકારી શાળાના બાળકોને દેવ ફર્નવર્લ્ડ માં જલ્સા કરાવતા યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવાનો આનંદ અભિયાન અંતર્ગત ગ્રુપ મેમ્બરની લાડકી દીકરીના જન્મ દિવસે શહેરની જુદી – જુદી શાળાના બાળકોને દેવ ફર્નવર્લ્ડમાં જલ્સા કરાવ્યા હતા.

“આપવાનો આનંદ” અભિયાન અંતર્ગત જન્મદિવસની અનોખી ઉજવણી કરી યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય યજ્ઞેશભાઇ આદ્રોજા દ્વારા મોરબીની જુદી-જુદી સરકારી શાળાના બાળકોને ફનપાર્કમાં વિવિધ રાઇડ્સનો આનંદ કરાવી ભોજન કરાવ્યું હતું.

મોરબીના યુવા ઉદ્યોગપતિ યજ્ઞેશભાઇ આદ્રોજાની સુપુત્રી આરવીનો આજે ત્રીજો જન્મદિવસ હતો એ નિમિત્તે તેમણે યંગ ઇન્ડિયા ગ્રૂપ ની પરંપરા મુજબ પોતાની ઢીંગલીનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું જે અન્વયે વિવિધ સરકારી શાળાઓના નામ બાળકોની તેમની શાળાએ થી દેવ ફન વર્લ્ડ માં લઇ ગયા હતા, જ્યાં બાળકોએ વિવિધ રાઇડ્સ તથા અલગ-અલગ ગેમ્સની મજા માણી હતી.

ઉપરાંત દરેક બાળકને એક એક શૈક્ષણિક કીટ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તેમજ બાળકોને પૌષ્ટિક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે યજ્ઞેશભાઇ તથા તેમના પરિવાર ના લોકો તથા મિત્રો ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારી તથા રોહનભાઈ રાંકજા, જીતુભાઈ, રમેશભાઈ સહિતનાઓ હાજર રહ્યા હતા.