મોરબી જિલ્લામાં POS મશીન મારફત જ ખાતર વિતરણ કરવા આદેશ

- text


રાસાયણિક ખાતરના વિક્રેતાઓને આધારકાર્ડ મારફત જ સબસીડાઈઝ ખાતર વેચવા સૂચના

મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતોને હવેથી આધારકાર્ડ હશે તો જ રાસાયણિક ખાતર મળી શકશે, સાથો- સાથ જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ ખાતર વિક્રેતાઓને pos મશીન મારફત જ ખાતર વેચવા આદેશ કર્યો છે.

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવામાં આવે છે કે ભારતા સરકારીશ્રીની સુચના અનુસાર રાજયમાં તા.૦૧/૦૨/૨૦૧૮ થી તમામ સબસીડાઈઝ રસાયાણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત POS(POINT OF SALE) મશીન દ્વારા જ કરવાનું નક્કી છે જેને ધ્યાને લઈ મોરબી જિલ્લામાં ૨૪૦ ઉપરાંત ખાતરના વિક્રેતાઓ મારફત સબસીડાઈઝ રાસાયણિક ખાતરનું વેચાણ ફરજીયાત POS મશીનથી કરવામાં આવનાર છે.

આ માટે મોરબી જિલ્લામાં નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) દ્વારા સુચના આપવામાં આવે છે કે સબસીડાઈઝ રાસયણીક ખાતરનું વિતરણ કરતાં તમામ વિક્રેતાઓએ POS મશીન મેળવી તેમાં કંપણી વાઈઝ/પ્રોડક્ટ વાઈઝ રાસાયણિક ખાતરના ફીઝીકલ સ્ટોકની એન્ટ્રી તેમજ નવા સૉફ્ટવેર ૨.૪.૬ વર્ઝન અપડેટ તા.૦૫/૦૧/૨૦૧૮ થી ૩૧/૦૧/૨૦૧૮ સુધિમાં ફરજીયાત કરી લેવાની રહેશે.

- text

સદર બાબતે કોઈ મુશ્કેલી જણાય તો લગત તાલુકાનાં ખેતીવાડી અધિકારી તેમજ POS મશીન સપ્લાઈ કરનાર કંપનીના પ્ર્તિનિશિનો સંપર્ક કરવાનો રહેશે.
ખેડૂતોએ વિક્રેતાઓ પાસેથી સબસીડાઈઝ રાસાયણિક ખાતર ખરીદવા માટે આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ ફરજીયાત બનશે. હાલના તબક્કે ખેડૂત કે તેમજ કુટુંબનું કોઈ પણ વ્યક્તિ,ઊંટગાડીવાળા કે ટેમ્પાવાળા આધારકાર્ડ નંબર અને ફિંગરપ્રિન્ટ આપી ખાતર ખરીદ કરી શકશે. આધારકાર્ડ વગર ખાતરની ખરીદી શક્ય નહિ. રોકડ રકમ ચુકવી અથવા કેશલેશ પદ્ધતિથી હાલના જ ભાવે રાસયણિક ખાતર શકશે તેમ નાયબ ખેતી નિયામક (વિ.) એસ.એ.સિણોજીયાની યાદીમાં જણાવેલ છે.

 

- text