મોરબી : વીરદાદા જશરાજજી શહીદ દીન નિમિતે શસ્ત્ર પુજન તેમજ મહા પ્રસાદ યોજાશે

- text


મોરબી જલારામ મંદિર ખાતે વિરદાદા જશરાજજીના શહીદ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો

મોરબી : હીન્દુ ધર્મના રક્ષક વીર દાદા જશરાજજી શહીદ દીન નિમિતે આગામી તા-૨૨ ને સોમવારના રોજ શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર ખાતે સાંજે ૫ કલાકે શસ્ત્રપુજન, વીર દાદા જશરાજજીની શૌર્યગાથાનુ પઠન તેમજ પુજન ત્યાર બાદ સાંજે ૭ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવા મા આવેલ છે.

શૌર્યતાના પ્રતિક સમા વીરદાદા જશરાજજી લગ્નમંડપમા બેઠા હતા ત્યારે કાબુલ તરફથી આવેલા દુશ્મનોએ ગૌમાતા પર આક્રમણ કરેલ ત્યારે લગ્નના ફેરા ફરી રહેલા દાદા જશરાજજી લગ્નની માળા તોડી ગૌમાતાને બચાવવા જંગે ચડ્યા હતા તેમની સાથે તેમના બહેન હરકોરજી પણ લડાઈમા જોડાયા હતા. આ યુધ્ધમા ગૌમાતાની રક્ષા કાજે નીકળેલા વીર દાદા જશરાજજી વીરતાથી શહીદ થયા હતા.

- text

વિરદાદા જશરાજજીનો જન્મ ૧૨૦૫ ની સાલ મા થયો હતો તેમની શહીદી ૧૨૩૧ ની સાલ મા થઈ હતી. તેમની ઉંમર માત્ર ૨૬ વર્ષ ની હતી. વીરદાદા જશરાજજીએ હીન્દુ ધર્મ ની રક્ષા કાજે શહીદ થયા હતા.

વીર દાદા જશરાજજી શહીદ દીન નિમિતે મોરબી જલારામ મંદીર ખાતે ઉપરોક્ત કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ છે તો શહેરની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા અનુરોધ છે.

આ કાર્યક્રમ અંગે સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, રાજુભાઈ ગીરનારી, વિપુલ પંડીત, ચિરાગ રાચ્છ, હસુભાઈ પુજારા, હરીશભાઈ રાજા,ભાવીન ઘેલાણી, વિશાલ ગણાત્રા, મોહીત રાચ્છ સહીત ના જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text