ફકીરસમાજ ને એસ.સી કે એસ.ટીમાં સમાવી ઉત્કર્ષ માટે વિશેષ પેકેજ આપવા માંગ

- text


મોરબીના ફકીરસમાજનું કલેક્ટરને આવેદન

મોરબીના ફકીરસમાજે કલેક્ટરને આવેદન આપી ગુજરાતમાં વસતા પછાત જાતિના ફકીરસમજને એસ.સી કે એસ.ટી માં સમાવેશ કરી આ વંચિત સમાંજના ઉત્કર્ષ માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.

- text

મોરબીના ફકીરસમાજે આવેદનમાં જણાવ્યું હતું કે,ગુજરાતમાં વસવાટ કરતી ફકીરજતી રાજ્યભરમાં અંદાજીત 16 લાખની અને સૌરાષ્ટ્રમાં 7 લાખની વસ્તી ધરાવે છે.અમારા સમાજને રાજ્ય સરકાર દ્વારા પછાતો માં પણ અતિપછાત જાતિમાં સમાવેશ કરાયો છે.પરંતુ અતિ પછાત જાતિ હોવા છતાં આ સમાજને કયારેય વિશેષ સહાય કે પેકેજ આપવામા આવ્યું નથી. પરિણામેં આ સમાજ અન્ય સમાજ સાથે કદમ મિલાવી શકતો નથી.વધુમાં જણાવ્યું હતું કે,ફકીર સમાજ ભિક્ષા વૃત્તિ સાથે સંકળાયેલો હોઈ મુસ્લિમ ધાર્મિક સ્થાનો દરગાહ,કબ્રસ્તાન,મસ્જીદ, અને તાકીયમાં પોતાની સેવા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.એજ્યુકેશનનું પ્રમાણ નહિવત છે.ત્યારે ફકીર સમાજના હક અને અધિકાર માટે આ જ્ઞાતિને એસ.સી કે એસ.ટી વર્ગને મળતાં લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે.અતિ પછાત ફકીર જાતિના પરિવારો ને બીપીએલ લાભથી વંચિત રાખવામાં આવે છે.હાલમાં મોટા ભાગના પરિવારો પાસે બીપીએલ રેશનકાર્ડ નથી.જેના કારણે મોટા ભાગના ફકીર સમાજ ના લોકોને સરકારી લાભો મળતાં નથી.તેથી આ બાબતે યોગ્ય પગલાં ભરવાની ફકીર સમાજે માંગ કરી છે.

- text