મોરબીમાં એન્જિનિયરીગના છાત્રોએ દિવ્યાંગો માટે ક્રિકેટમેચ યોજી ભોજન કરાવ્યું

- text


એલ.ઇ.એન્જીનીયરીંગ કોલેજના છાત્રોનું સરાહનીય પગલું
મોરબી : મોરબીની એલ.ઇ.એન્જીનીયરીંગ કોલેજના છાત્રોએ રવિવારે દિવ્યાંગો માટે ક્રિકેટમેચ યોજી મનગમતું ભોજન કરાવી સરાહનીય કામગીરી કરી હતી.

મોરબીમાં આવેલી એનવીપી હોસ્ટેલમાં રહેતા એલ.ઇ.એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ સહારનીય કાર્ય કરી માળીયા હાઇવે પર લક્ષીનગરમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ૧૦૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓને બસ દ્વારા હોસ્ટેલ પર લાવવામાં આવ્યા હતા અને ખુબજ સરસ રીતે સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવ્યું

- text

ભોજન બાદ સંસ્થામાંથી આવેલ હતીમભાઈએ સંસ્થા વિષે માહિતી આપી ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ક્રિકેટ રમીને સૌને ભાવવિભોર કર્યા હતા, આજ રીતનું આયોજન થોડા થોડા સમયે હોસ્ટેલ દ્વારા કરવામાં આવે છે.

કાર્યને સફળ બનાવવાં માટે અવિનાશભાઈ અગ્રવાત, દિવ્યેશભાઈ ઘોડાસરા, અમરીશભાઈ વગેરેએ આર્થિક યોગદાન આપ્યું હતું.તેમજ સંપૂર્ણ કાર્યક્રમ માટે પી.સી.પટેલભાઈ એ જહેમત ઉઠાવી હતી.

વધુમાં દરમહીને સેવા કેન્દ્રને નિશ્ચિત રકમ મળી રહે તે માટે પી.સી.ભાઈ મહેનત કરી રહ્યા છે આપ પણ જો પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષીનગર ને સહાય કરવા ઇચ્છતા હો તો નીચેના મો.પર સંપર્ક કરી શકો.
મો.9429978930 હાતીમભાઈ

- text