સાર્થક વિદ્યામંદિરમાં ભવ્ય રમતોત્સવ ઉજવાયો.

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યામંદિર ખાતે તારીખ ૪, ૫, અને ૬ જાન્યુઆરીના રોજ ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓ માત્ર રમતોત્સવ યોજ્યો હતો, જેમાં ૮૨૩ થી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

સાર્થક વિદ્યામંદિર દ્વારા બાળકોમાં રમત ગમત પ્રત્યે રુચિ કેળવાય અને દરેક વિદ્યાર્થી કોઈને કોઈ એક રમતમાં ભાગ લ્યે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે ત્રિદિવસીય સાર્થક રમતોત્સવ ઉજવાયો હતો. જેમાં રમતોત્સવના પ્રારંભમાં રોપ(મલખમ) યોગા, કુસ્તી અને યોગાનું ડેમોસ્ટ્રેશન વિદ્યાર્થીઓએ આપ્યું હતું,

આ રમતોત્સવમાં નારી શક્તિને પ્રોત્સાહ આપવા માટે બિન્દુબેન શુક્લના વરદહસ્તે મસાલ પ્રગટાવી અને વિદ્યાર્થી દ્વારા માસ પીટીના દાવ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંચાલક કે.આર.શુક્લ લીલી ઝંડી આપી આ રમતોત્સવ ખુલ્લો મુક્યો હતો.

- text

આ ત્રિદિવસીય રમતોત્સવમાં કબડ્ડી, દોડ, નારગોલ, બેલેન્સ રેસ, રિંગ પસાર, ઝેરી બોલ, થ્રો બોલ, બેડ મીંટન વગરે જેવી ૨૦ થી પણ વધુ રમતો રમાડવામાં આવી હતી અને રમતોત્સવમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમના અંતમાં તમામ વાલીગણ અને વિદ્યાર્થીઓએ વંદે માતરમ અને ભારત માતાકી જય ઘોષ બોલી સ્પોર્ટ્સ ડેની પુર્ણાહુતી કરી હતી. રમતોત્સવનું આયોજનમાં પીટી શિક્ષક તરુણભાઈ પટેલ અને અન્ય શિક્ષકગણની મહેનત અને પ્રિપ્લાનિંગ રંગ લાવી હતી. સ્પોર્ટ્સ ડેની ભવ્ય સફળતા બદલ તમામ શિક્ષકગણનો પ્રમુખ કે.આર.શુક્લએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text