મોરબી દેવ અપહરણ કેસના સૂત્રધાર વિજય પટેલની વિધિવત અટકાયત

- text


દિલ્હીથી ઝડપાયા બાદ તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિજયને ડોકટરોએ રજા આપતા ધરપકડ
મોરબી : મોરબીના ચકચારી દેવ અપહરણ કેસમાં એલસીબીએ દિલ્હીથી આ અપહરણના મુખ્ય સૂત્રધાર અને સાગરીતને ઝડપી લીધા બાદ સૂત્રધાર વિજય પટેલની તબિયત લથડતા સારવાર માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર બાદ ડોકટરોએ વિજયને રજા આપતા એ ડિવિઝન પોલીસે વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

- text

જાણવા મળ્યા મુુુજબ સિરામિક ઉદ્યોગપતિના પુત્ર દેવ પટેલના અપહરણ પ્રકરણમાં પોલીસે મુખ્ય સુત્રધાર વિજય મહાદેવભાઈ પટેલ અને કુલદીપસિંહ ઉર્ફે વિક્રમસિંહ જાડેજાને દિલ્હીથી દબોચી લેવામાં સફળતા મળવ્યા બાદ મુખ્ય આરોપી વિજય પટેલની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જે ને ડોક્ટરે રજા આપતા આજે એ ડિવિઝન પોલીસે વિધિવત અટકાયત કરી બન્ને આરોપીઓનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
આ અપહરણનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી વિજય પટેલને જુગારની લત હોય અને તે દેવામાં આવી જતા બાળકનું અપહરણ કરીને ૫૦ લાખની ખંડણી માગવાનો ખુલાસો કર્યો હતો તેમજ અત્યાર સુધીમાં પોલીસે કુલ ધરપકડનો આંક પાંચ પર પહોંચ્યો છે જો કે હજુ એક આરોપી ફરાર છે જેને દબોચી લેવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

- text